હવે જોવ, પરભુ તને સજા આપવાનો છે, અને તુ થોડાક વખત હુધી આંધળો રેય, અને બપોર વસ્સે તડકામાં તુ કાય પણ નય જોય હક. આ કેતા જ જાખું-જાખું અને અંધારું એની આંખુમાં થય ગયુ, અને ઈ સ્યારેય બાજુ ફાફા મારવા મંડો કે, કોય એનો હાથ પકડીને લય જાય.”
અને જેમ જાન્નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.