પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય.
કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.
પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.
ઈ હાટુ જો કોય પોતાની જાતને ઈ બધાય ખરાબ કામોથી અલગ કરશે, તો ઈ એને ખાસ અવસરો હાટુ ઉપયોગમાં લેનારા વાસણોની જેવા થાહે. એનુ જીવન પવિત્ર થાહે અને માલીક હાટુ ઉપયોગી અને દરેક ભલા કામો હાટુ તૈયાર થાહે.
ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.