16 આખુ શાસ્ત્ર ઈ વચન છે જેને પરમેશ્વરે ઈ લોકોના વિસારોમા નાખ્યુ જેને એણે લખ્યું. વળી ઈ ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલને સુધારવા, અને હાસુ જીવન જીવવા શિક્ષણ આપે છે.
ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”
ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”
“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”
પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,
શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.
કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.