Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 3:11 - કોલી નવો કરાર

11 મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 3:11
43 Iomraidhean Croise  

પાઉલ અને બાર્નાબાસ પેર્ગા શહેરની આગળ વધીને ગલાતી પરદેશના પિસીદીયા જગ્યાની પાહે અંત્યોખ શહેરમાં પુગ્યા, અને વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને બેહી ગયા.


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


લુસ્ત્રા શહેરમાં એક લંગડો માણસ બેઠેતો, ઈ હાલી હક્તો નોતો કેમ કે, ઈ જનમથી જ લંગડો હતો.


અને મોટી નમ્રતાથી, અને આહુડા પાડીને, અને ઈ પરીક્ષાઓ માં જે યહુદી લોકોના કાવતરાના કારણે મારા ઉપર સંકટ આવી પડીયા, પછી પણ હું પરભુની સેવા કરતો રયો.


જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.


અને હું તને ઈઝરાયલનાં લોકોથી અને બિનયહુદી લોકોથી છોડાવય, હું તને તેઓની પાહે મોકલી રયો છું


પણ પરમેશ્વરનાં સામર્થ્યથી હું આજ હુધી ટકી રયો છું, અને નાના મોટા સાક્ષી દવ છું, આગમભાખીયા અને મુસા જે-જે બનાવો બનવાની વિષે બોલ્યા હતા એની સિવાય હું બીજુ કાય કેતો નથી.


અને લોકોને મારા વિષયમાં કેવાના કારણે, એને કેવા-કેવા દુખ સહન કરવા પડશે, ઈ હું એને બતાવય.”


કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું


કેમ કે, જેમ મસીહના લીધે ઘણાય દુખ અમારી ઉપર આવે છે, એમ જ મસીહ દ્વારા અમને પણ બોવ જ આશ્વાસન મળે છે.


અને તમારી વિષે અમારી આશા મજબુત છે, કેમ કે અમે જાણી છયી કે, જે રીતે તમે અમારા દુખોમાં ભાગીદાર છો, ઈ રીતે જે આશ્વાસન અમે પામી છયી એમા તમે પણ ભાગીદાર થાહો.


ઈ હાટુ હું મસીહનાં લીધે નબળાયું, અને નિંદાઓમાં, અને ગરીબીમાં, અને મુશ્કેલીમાં, અને સંકટોમાં, રાજી છું, કેમ કે જઈ હું નબળો હોવ છું, તઈ હું મસીહના સામર્થ્યમાં બળવાન છું.


મે ઈસુ મસીહની સેવા કરવામા કઠણ મેનત કરી છે, એની હોપેલી સેવા પુરી કરી છે, અને હું છેલ્લે હુધી વિશ્વાસ લાયક રયો છું


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


Lean sinn:

Sanasan


Sanasan