મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો.
જઈ મેં આ વિસારું તો હું એના વિષે બોવ ગંભીર હતો, અને જે હું કરવા માગું છું, હું જગતના લોકોની હમજ પરમાણે કરતો નથી કે, હું એક વખતમાં “હાંમાં, હાં કય દવ,” અને એમ જ તરત જ પછી “નામાં, ના” કય દવ.
આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.
હે તિમોથી મે તને એફેસસ શહેરથી મકદોનિયા પરદેશમા જાતી વખતે વિનવણી કરી હતી કે, તુ એફેસસ શહેરમાં રયને ઈ ખોટા શિક્ષણ દેનારાને આજ્ઞા આપ કે, તેઓ લોકોને ખોટુ શિક્ષણ આપે નય.
જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.
પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.
ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.
કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.
તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.