કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.
બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે.
હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.
તેઓએ તમને કીધુ કે, “છેલ્લા દિવસોથી બરાબર પેલા થોડાક લોકો હાસી વાતુની ઠેકડી ઉડાડશે, જે પરમેશ્વરે આપણને બતાવ્યું હતું. જેઓ પોતાના દેહથી પાપ કરશે ઈ જે કરવા ઈચ્છે છે કેમ કે, ઈ પરમેશ્વરનો નકાર કરે છે.”