9 પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી.
અને જે એની પાહે આવતો હતો, ઈ બધાયને મળતો રયો અને હિમંતની હારે બીયા વગર, અને કાય રોકાયા વગરના પરમેશ્વરનાં રાજ્યનો પરસાર કરતો અને પરભુ ઈસુ મસીહની વાતો શીખવાડતો રયો.
આ કારણથી હું, પાઉલ તમારી હાટુ પ્રાર્થના કરું છું. હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહ ઈસુનું કામ કરું છું, જેમ કે બિનયહુદીઓ હાટુ હારા હમાસારનો પરચાર કરવો છે.
કેમ કે, તમારી ન્યાંથી ખાલી મકદોનિયા અને અખાયા પરદેશોમા પરભુ ઈસુ મસીહના વચનો હંભળાવવામાં નથી આવ્યા, પણ તમારા વિશ્વાસની વિષે જે પરમેશ્વર ઉપર છે, દરેક જગ્યાએ એવી વાત ફેલાય ગય છે કે, અમને તમારા વિશ્વાસના વિષે કાય બતાવવાની જરૂરી નથી.
છેલ્લે, હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો કે, પરભુ ઈસુ મસીહની વિષેનો સંદેશો બધીય જગ્યાએ જલ્દી લોકોમા ફેલાય અને લોકો એની ઉપર એમ જ વિશ્વાસ કરે જેમ તમે વિશ્વાસ કરયો.
આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.
એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.
અને રાજ્યપાલને પણ આધીન રયો કેમ કે, ઈજ છે જેનો ઉપયોગ રાજા ઈ લોકોને દંડ દેવા હાટુ કરે છે, જેના કામ ખરાબ છે અને ઈ લોકોના વખાણ કરવા હાટુ જેના કામો હારા છે.