8 ઈસુ મસીહ વિષે સદાય યાદ રાખ કે ઈ કોણ છે, ઈ તો રાજા દાઉદનો વંશ છે, જેણે પરમેશ્વરે મરણમાંથી જીવાડયો, અને ઈ જ હારા હમાસાર છે, જે હું લોકોમા પરચાર કરું છું
હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.
અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી.
આની ઉપર વડીલોમાંથી એકે મને કીધું કે, “રો માં, જોવો, ઈ જે યહુદા કુળનો સિંહ કેવાય છે, જે રાજા દાઉદનુ મુળ અને વારસદાર છે, ઈ સોપડીને ખોલવા અને એની હાતેય મુદ્રાઓ તોડવા હાટુ ઈ શેતાન ઉપર વિજય પામે છે.”