તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.
અને પરમેશ્વરે યુસફને બધીય સકટોથી છોડાવીને મિસર દેશના રાજા ફારુનની નજરમાં કૃપા અને બુદ્ધિ આપી, અને ફારુન રાજાએ યુસફને મિસર દેશ ઉપર અને પોતાના બધાય ઘર ઉપર અધિકારી ઠરાવો.
ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.
ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો.
જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.
અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.