જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.