Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 2:24 - કોલી નવો કરાર

24 પરભુનો સેવક બાધણુ કરનારો નો હોવો જોયી, પણ એને બધાય પ્રત્યે દયાળુ થાવુ જોયી, પરમેશ્વરનું વચન સોખી રીતેથી શીખવવામાં સક્ષમ હોવો જોયી અને લોકોની હારે ધીરજ રાખવી જોયી.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 2:24
31 Iomraidhean Croise  

ઈ બાધણા નય કરે, ને રાડું નય પાડે, એની બોલી લોકોમાં અભિમાનથી ભરેલુ ભાષણ નય હોય.


ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ અંદરો અંદર વાદ-વિવાદ કરતાં કીધું કે, “આ માણસ પોતાનુ માંસ આપણને ખાવાને કેવી રીતે આપી હકે?”


જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.


તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?”


બીજા દિવસે ઈ જઈ એકબીજાની હારે બાધી રહ્યા હતાં, તો મુસા ન્યા ગયો, અને આ કયને એને ભેગા થાવાનુ હમજાવ્યું, “હે ભાઈઓ, તમે તો ભાઈઓ-ભાઈઓ છો, એકબીજાની હારે કેમ બાધો છો?”


હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું


કેમ કે, હથિયારો આપડે ઉપયોગ કરયો ઈ જગતના નથી, પણ પરમેશ્વરનાં શક્તિશાળી હથિયારો છે, એનાથી આપડે કિલ્લાઓને પણ તોડી નાખી છયી. અને આપડે ખોટા વાદવિવાદો તોડી નાખી છયી.


એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં,


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


એટલે કે, બધીય ગરીબાય અને નમ્રતા અને ધીરજ ધરીને પ્રેમથી એક-બીજાની ભુલને સ્વીકારો.


બધુય કચ કચ અને કંકાસ કરયા વગર કરો.


પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા.


અને જો કોયને કોયની ઉપર આરોપ દેવાનો કોય કારણ હોય, તો એક્બીજાનું સહન કરી લ્યો, અને એકબીજાના ગુનાઓ માફ કરો, જેમ પરભુએ તમારા ગુનાઓ માફ કરયા, એમ તમે પણ કરો.


પણ જેવી રીતે માં પોતાના બાળકનું ભરણપોષણ કરે છે, એવી જ રીતે અમે પણ મસીહમા તમારી હારે રયને કોમળતાથી વ્યવહાર કરયો છે.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.


કેમ કે, આગેવાન પરમેશ્વરનો કારભારી હોવાના લીધે નિરદોષ હોવો જોયી, અભિમાન કરનારો નય, ગુસ્સો કરનારો નય, દારૂડિયો નય, બાધણા કરનારો નય કે, રૂપિયાનો લાલસુ હોવો જોયી નય.


ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે.


કોયને બદનામ નો કરો, બાધણા કરનારો નો હોય, પણ બીજા લોકો હાટુ દયા હોય, અને બધાય માણસો હારે નમ્રતાથી વરતવું.


આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.


પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.


તમે લાલસ રાખો છો, પણ તમને કાય મળતું નથી, ઈ હાટુ તમે ખૂન કરવા તૈયાર છો અને લોભ કરો છો પણ તમને કાય મળતું નથી ઈ હાટુ તમે બાધોશો અને બાધણું કરો છો, ઈ હાટુ તમને કાય મળતું નથી કેમ કે, તમે પરમેશ્વરથી માગતા નથી.


મારા પત્રના આ ભાગને પુરો કરવા હાટુ, હું તમને બધાયને કવ છું કે, તમે જે વિસારો છો એમા એક-બીજાથી સહમત થાવ. એક-બીજા પ્રત્યે ભાઈઓના જેવી લાગણી રાખો. એક-બીજાની હારે એક જ પરિવારના સભ્યો રૂપે પ્રેમ કરો. એક-બીજા ઉપર સહાનુભુતિ રાખો. નમ્ર થાવ.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


Lean sinn:

Sanasan


Sanasan