Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 2:21 - કોલી નવો કરાર

21 ઈ હાટુ જો કોય પોતાની જાતને ઈ બધાય ખરાબ કામોથી અલગ કરશે, તો ઈ એને ખાસ અવસરો હાટુ ઉપયોગમાં લેનારા વાસણોની જેવા થાહે. એનુ જીવન પવિત્ર થાહે અને માલીક હાટુ ઉપયોગી અને દરેક ભલા કામો હાટુ તૈયાર થાહે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 2:21
21 Iomraidhean Croise  

પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


તમે જુના ખમીરને કાઢી નાખો, ઈ હાટુ કે, જેમ તમે બેખમીર છો, એમ તમે નવા થય જાવ કેમ કે, આપડા પાસ્ખા તેવાર હાટુ જમણવાર એટલે મસીહ ઈસુએ, આપડી હાટુ એનું બલિદાન આપ્યુ છે.


વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.


પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય.


કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


પણ જગતની અને નકામી વાતોથી છેટા રયો, કેમ કે આવા લોકો પરમેશ્વરથી વધારે છેટા થય જાય છે.


રૂપિયાવાળાના ઘરમાં ખાલી હોના ચાંદીના વાસણો રેય છે, એવુ નથી, પણ લાકડાના અને માટીના પણ વાસણો રેય છે, કેટલાક વાસણો ખાસ અવસરો હાટુ, અને કેટલાક વાસણો દરોજ ઉપયોગ કરવા હાટુ હોય છે.


જેથી પરમેશ્વરનો માણસ પુરી રીતેથી લાયક બને, અને બધાય હારા કામો કરવા હાટુ તૈયાર થય જાય.


હવે ખાલી મારી હારે લૂક જ છે, એટલે જઈ તુ આવય તો માર્કને તારી હારે લેતો આવજે કેમ કે, સેવા કરવા હાટુ ઈ મારી મદદ કરી હકશે.


વિશ્વાસી લોકોને યાદ અપાવ કે, રાજસત્તા અને અધિકારીઓને આધીન રે અને તેઓની આજ્ઞાનું પાલન કર અને બીજાની હાટુ બધાય હારા કામ કરવા તૈયાર રે.


ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


અને જે કોય મસીહ ઉપર આ આશા રાખે છે, ઈ પોતે ઈ જ રીતે પવિત્ર કરે છે, જેમ ઈ પવિત્ર છે.


Lean sinn:

Sanasan


Sanasan