2 જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.
ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”
પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?
હે દીકરા તિમોથી, હું ઈ આજ્ઞા તને આપી રયો છું અને હું તને ઈ વાતોને યાદ કરવા હાટુ કવું છું જે ભૂતકાળમાં આગમભાખીયાઓએ કીધી હતી કે, તારી હારે થાહે. તને ખોટા શિક્ષકોની વિરુધ હારી રીતે લડવા હાટુ ઈ શબ્દોનો ઉપયોગ એક હથિયારની જેમ કરવુ જોયી.
જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.
એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.