જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?
તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે.
એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.