Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 2:10 - કોલી નવો કરાર

10 આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 2:10
29 Iomraidhean Croise  

જો ઈ દિવસો ઓછા કરવામાં નો આવત, તો કોય માણસ બસાવવામાં નો આવત, પણ ગમાડેલાની ખાતર ઈ દિવસોની સંખ્યા ઓછી કરવામાં આયશે.


કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.


પાકી રીતેથી પરમેશ્વર પોતાના ગમાડેલા લોકો હાટુ ન્યાયની વ્યવસ્થા કરશે, જે રાત દિવસ ખંતથી એને પ્રાર્થના કરે છે, અને ઈ એની હારે સદાય વિસ્વાસ રાખે છે.”


પણ પિતરે આ કયને નકાર કરયો કે, “બાય, હું એને નથી જાણતો.”


અને ખાલી યહુદી જાતિના લોકો હાટુ નય, પણ ઈ પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ પણ મરશે, જે આ જગતમાં વેરાયેલા છે, જેથી તેઓ ભેગા કરી હકે.


હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.


હું તેઓની હાટુ પ્રાર્થના કરું છું, જગતના લોકોની હાટુ નય, પણ એની હાટુજ પ્રાર્થના કરું છું, જેઓએ ઈ મને આપ્યુ છે કેમ કે, ઈ તારા છે.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


અને અગાવથી તૈયાર કરેલા દયાની વસ્તુ ઉપર એણે મહિમા પરગટ કરી છે.


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.


પણ જો આપડે દુખ સહન કરી છયી તો આ તમારા આશ્વાસન અને તારણ હાટુ જ છે, અને જો આપડે આશ્વાસન પામી છયી, તો આ ઈ હાટુ કે અમે તમને આશ્વાસન આપી કે, તમે પણ ઈ જ દુખોને ધીરજથી સહન કરી હકો, જે અમે સહન કરી રયા છયી.


હવે હું તમારી હાટુ મારૂ બધુય રાજીથી ખરસ કરય, એટલુ જ નય હું પોતાનો જીવ પણ ખરસી નાખય. જો હું તમને એટલો પ્રેમ કરું છું, તો શું તમે મને થોડોક પ્રેમ કરશો?


કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.


અમે આ હળવી અને થોડીક મુશ્કેલી ભોગવી છયી, પણ એની દ્વારા અમને એના કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને અનંતકાળની મહિમા પ્રાપ્ત થાહે.


ઈ હાટુ હું વિનવણી કરું છું કે, જે દુખ તમારી હાટુ મને થયા છે, એને લીધે હિંમત નો છોડો, આ બધુય તમારા લાભ હાટુ જ છે.


હવે હું તમારી હાટુ જે દુખ ઉઠાઉ છું, એના કારણથી રાજી છું અને હું એક ધારો પોતાના દેહમાં દુખો સહન કરું છું જેમ મસીહે એના દેહની હાટુ કા મંડળી હાટુ સહન કરયુ.


પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.


કેમ કે, પરમેશ્વરે આપડી ઉપર રિહ કરવા હાટુ નથી ગમાડયા, પણ આપડે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા તારણ પામવા હાટુ ગમાડવામાં આવ્યા છયી.


અમારા બતાવેલા હારા હમાસાર દ્વારા પરમેશ્વરે તમને બસાવવા હાટુ બોલાવા કે, તમે અમારા પરભુ ઈસુ મસીહની મહિમામાં સહભાગી થય હકો.


હું પાઉલ ગમાડેલો ચેલો આ પત્ર તિમોથીને લખી રયો છું, પરમેશ્વરે મને એટલા હાટુ ગમાડયો કે, હું ઈસુ મસીહનો ગમાડેલો સેવક બનું, અને પરમેશ્વરે મને ઈ હાટુ મોકલ્યો જેથી હું લોકોને બતાવી હકુ કે, એણે મસીહ ઈસુમાં વિશ્વાસ કરનારાઓને અનંતજીવન દેવાનો વાયદો કરયો છે,


ઈ હાટુ હે મારા દીકરા તિમોથી, જે કૃપા ઈસુ મસીહે તારી ઉપર કરી છે એમા વધતો જા.


જેમ એક હારો સિપાય યુધ્ધમાં દુખ ભોગવે છે, એમ જ તુ પણ ઈસુ મસીહના એક હારા સિપાયની જેમ મારી હારે દુખ ભોગવ.


હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.


એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


Lean sinn:

Sanasan


Sanasan