એનાથી હવે ખાલી આ વાતની બીક નથી કે, આપડો આ ધંધાનો અધિકાર વયો જાહે, પણ આ તો મહાન દેવી આર્તેમિસના મંદિરનું કાય મહત્વ રેહે નય, અને જે દેવીનુ ભજન આખાય આસિયા પરદેશમા અને આખા જગતમાં થાય છે, એની મહિમા પણ ઓછી થય જાહે.”
કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
આસિયા પરદેશની મંડળીઓને વિશ્વાસીયો ની તરફથી તમને સલામ, આકુલા અને એની બાયડી પ્રિસ્કીલાનો અને ઈ મંડળી જે એના ઘરે સમુહમાં ભેગી થાય છે ઈ હોતેન તમને પરભુમાં સલામ કેય છે.