હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.
અને ઈબ્રાહિમે એને આ દરેક વસ્તુઓનો દસમો ભાગ આપ્યો જે એણે યુદ્ધમાંથી મેળવું હતું. બધાયની પેલા “મેલ્ખીસેદેકના” નામનો અરથ છે “ન્યાયપણાનો રાજા” અને પછી “શાલેમનો રાજાનો અરથ છે શાંતિનો રાજા.”
છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.
હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.