2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:1 - કોલી નવો કરાર1 છેલ્લે, હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો કે, પરભુ ઈસુ મસીહની વિષેનો સંદેશો બધીય જગ્યાએ જલ્દી લોકોમા ફેલાય અને લોકો એની ઉપર એમ જ વિશ્વાસ કરે જેમ તમે વિશ્વાસ કરયો. Faic an caibideil |
તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જે રીતે ખેતરમાં બોવ જ પાક હોય છે, એવા ઘણાય બધા લોકો છે, જે મારા સંદેશાને હાંભળવા હાટુ તૈયાર છે. પણ મારા સંદેશાને વિષે બતાવવા હાટુ લોકો ઓછા છે. ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”