4 ઈ હાટુ આપડે પરમેશ્વરની મંડળીમાં તમારી વિષે અભિમાન કરે છે કેમ કે, તમે દુખ અને સતાવથી સહન કરતાં જાવ છો તો પણ તમે ધીરજથી સહન કરો છો અને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
કેમ કે મેં તેઓની હામે તમારી વિષે અભિમાન કરયુ હતું, તો મને એની હાટુ શરમાવું નો પડયું અને સદાય આપડે તમે જે કીધું ઈ હાસુ જ હતું. ઈ જ રીતેથી તિતસની હામે આપડે અભિમાન કરયુ છે ઈ પણ હાસુ થયુ છે.
કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.
અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.
જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે.
અને તમારે ખાલી ઈજ નો જાણવું જોયી કે હમજદારીથી કેવી રીતે વ્યવહાર કરવાનો છે, પણ તમારે પોતાની જાતને હોપી દેવી જોયી, તમારે નો ખાલી પોતાને સંયમિત કરવા જોયી પણ તમારે મુસીબતમાં ધીરજ રાખવી જોયી, અને તમારે નો ખાલી ધીરજ જ રાખવી જોયી પણ તમારે એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને વફાદાર રયને માન આપે છે.