2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:10 - કોલી નવો કરાર10 આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે. Faic an caibideil |
એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.