તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.
પછી પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં પણ ગયા, અને ન્યા તિમોથી નામનો એક ચેલો હતો, એની મા યહુદી વિશ્વાસી હતી, પણ એનો બાપ બિનયહુદી ગ્રીક દેશનો રેવાસી હતો.
કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ મસીહ જેનો પરચાર મારો અને સિલાસ અને તિમોથી દ્વારા તમારી વસે પરગટ કરયો, એમા જે કાય પણ તમારાથી કેવામાં આવ્યું છે, એમા હાં અને ના બેય નથી પણ એમા ખાલી “હાં” છે.