Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 3:9 - કોલી નવો કરાર

9 કેટલાક લોકો વિસારે છે, કે પરભુ પોતાના આવવાના વાયદાને પુરો કરવામા વાર લગાડી રયો છે, પણ પરભુ એવી રીતે વાર લગાડી રયો નથી. પણ ઈ ધીરજ રાખી રયો છે કેમ કે, ઈ કોયનો પણ નાશ કરવા નથી માગતો, પણ ઈ ઈચ્છે છે કે, દરેક પોતાના મન ફેરવે અને ખોટુ કામ કરવાનું બંધ કરી દેય, અને એની પાહે પાછા આવી જાય.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 3:9
24 Iomraidhean Croise  

તમારે એમ કરવાની જરૂર છે કેમ કે, આપડે જાણી છયી આ કેવો વખત છે ઈ તમે જાણો છો. અત્યારે તમારે ઉંઘમાંથી જાગવાનો વખત આવી પૂગ્યો છે. આપડે વિશ્વાસ કરયો, તઈ કરતાં અત્યારે આપડુ તારણ વધારે ઢુંકડુ છે.


રાત લગભગ વય ગય છે; દિવસ ઢુકડો આવી પૂગ્યો છે. હવે અંધારાના દૃષ્ટ કામો કરવાનું બંધ કરી દેયી. અજવાળાના હથિયારો લય લેયી.


શું તુ પરમેશ્વરની દયા, સહનશીલતા અને ધીરજની મુડીને નકામી ગણ છો? અને શું આ નથી હમજતો કે, પરમેશ્વરની દયા તને તારા પાપોથી પસ્તાવો કરવાનું શીખવાડે છે?


જો પરમેશ્વર પોતાનો કોપ અને પોતાનું સામર્થ્ય પરગટ કરવાની ઈચ્છા રાખીને નાશને લાયક વસ્તુનું કોપના ધણીએ ધીરજથી સહન કરયુ.


પણ પરમેશ્વરે મારી ઉપર પોતાની દયા દેખાડી. તેઓએ એવુ આ કારણથી કરયુ જેથી મારી દ્વારા, એક એવો માણસ જેણે કોય બીજા કરતા વધારે ખોટા કામો કરયા છે, મસીહ ઈસુ આ દેખાડી હકે કે, ઈ મારી હાટુ ધીરજ રાખે છે, જો હું ગમે ઈ કરૂ. એણે એવુ ઈ હાટુ કરયુ કે, પછી બીજા લોકો એની ઉપર વિશ્વાસ કરે, અને અનંતકાળનું જીવન મેળવી હકે.


ઈ ઈચ્છે છે કે, બધાય લોકોનું તારણ થાય, અને ઈ હારી રીતે હાસાયને જાણી લેય.


કેમ કે, જેમ શાસ્ત્ર કેય છે કે, “હવે બોવજ થોડોક વખત બાકી છે, જે આવનાર છે ઈ જરૂર આયશે, ઈ વાર નય લગાડે.


ઈ એવા લોકોની આત્માઓ હતી, જેણે ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાનો નકાર કરયો હતો, જઈ નૂહ પોતાના વહાણને બનાવી રયો હતો તઈ પરમેશ્વર શાંતિથી વાટ જોતો હતો, ઈ જોવા કે, શું ઈ લોકો પસ્તાવો કરશે, પણ ખાલી આઠ લોકોને ઈ ભયાનક પુરથી બસાવ્યા.


ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી.


આપડા પરભુની ધીરજને એક તકની જેમ જોવો, જે ઈ તમને આવનાર ન્યાયથી બસાવવા હાટુ આપી રયો છે. આ પાઉલે પણ જે આપડો વાલો સાથી વિશ્વાસુ છે. તમને એક પત્રમાં ઈ જ્ઞાનનો ઉપયોગ કરીને લખ્યું હતું જે પરમેશ્વર એને દેય છે.


મે એને એના પાપોથી પસ્તાવો કરવાનો મોકો આપ્યો, પણ ઈ છીનાળવા કરવાનું બંધ કરવા માગતી નથી.


Lean sinn:

Sanasan


Sanasan