2 પિતરનો પત્ર 3:7 - કોલી નવો કરાર7 પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા. Faic an caibideil |
પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે.
આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.