6 આ પાણી દ્વારા એણે ઈ જગતનો નાશ કરી નાખ્યો, જે ઈ વખતે હયાત હતું. એણે એક ભારે વરસાદ મોકલ્યો અને એનાથી પૃથ્વી ઉપર ભયાનક જળપ્રલય થયું અને બધાય જીવતા પ્રાણીઓનો નાશ કરી નાખ્યો.
એણે ઈ લોકોનો હોતન નાશ કરી નાખ્યો જે બોવ પેલા જગતમાં રેતા હતાં. એણે એમાંથી ખાલી આઠ જણાને બસાવ્યા, નૂહ સહીત જે એક ન્યાયી ઉપદેશ દેનારો હતો. એણે આ ઈ વખતે કરયુ જઈ એણે બધાય અન્યાયી લોકોનો જળપ્રલયથી નાશ કરી નાખ્યો જે ઈ વખતે રેતા હતાં.