5 તેઓ એવુ કેહે કેમ કે, તેઓ ઈ વાતને ભુલાવા ઈચ્છે છે કે, ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાથી આભ અને પૃથ્વી બન્યા હતા. એણે પૃથ્વીને પાણીમાંથી બારે કાઢીને એને પાણીથી જુદી કરી દીધી.
કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.
અને કાય પણ રસવામાં આવ્યું ઈ પેલા, મસીહ પેલાથી જ હાજર હતો, અને બધીય વસ્તુ એનામાંજ ટકી રય છે.
આપડો વિશ્વાસ છે, જેથી આપડે જાણી છયી કે, પરમેશ્વરનાં વચનથી આખુ જગત બનાવામાં આવ્યું અને જે જોય હકાય છે ઈ દેખાતી વસ્તુઓથી બન્યું નથી.