3 બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે.
પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.
ઈ એવા ખોટા શિક્ષકોને નક્કી દંડ દેહે, જે પોતાની ખરાબ દેહિક વાસનાઓ પરમાણે કામ કરે છે, અને જે પોતાની ઉપર પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે ઈ મતલબી અને અભિમાની છે, ઈ મહિમામય સ્વર્ગીય પ્રાણીઓના વિષે અપમાન કરીને ખરાબ બોલવાથી નથી બીતા.
હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.
આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.
તેઓએ તમને કીધુ કે, “છેલ્લા દિવસોથી બરાબર પેલા થોડાક લોકો હાસી વાતુની ઠેકડી ઉડાડશે, જે પરમેશ્વરે આપણને બતાવ્યું હતું. જેઓ પોતાના દેહથી પાપ કરશે ઈ જે કરવા ઈચ્છે છે કેમ કે, ઈ પરમેશ્વરનો નકાર કરે છે.”