Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 2:2 - કોલી નવો કરાર

2 પરમેશ્વરનાં ઘણાય લોકો આવા શિક્ષકોના ખોટા કામોની નકલ કરશે, અને જે કાય પણ તેઓ કરશે, એના લીધે અવિશ્વાસુ લોકો હાસના મારગની નિંદા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 2:2
36 Iomraidhean Croise  

પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,


કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


કેમ કે, ઈ ફાટક બોવ હાક્ડું અને અઘરૂ છે, ઈ મારગ જે અનંતકાળ જીવનમાં લય જાય છે, અને થોડાક છે, જેઓ એને મેળવે છે.


અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?


કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


“હે શેતાનના દીકરા, તુ જે કાય હાસુ છે એનો તુ વેરી છો, ખરાબ કાવતરા અને ભૂંડાયથી ભરેલો છો, તુ સદાય પરમેશ્વરની હાસી વાતોને ખોટમાં બદલવાની કોશિશ કરે છે.


પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.


ઈ પાઉલની અને આપડી વાહે આવીને રાડુ નાખવા મંડી કે, “આ માણસ પરમપ્રધાન પરમેશ્વરનો સેવક છે, જે તમને તારણનો મારગ બતાયશે.”


ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં બીયા વગર બોલવા મંડયો. જઈ પ્રિસ્કીલા અને આકુલા એની વાતો હાંભળી તઈ એને પોતાના ઘરે લય ગયા, અને પરમેશ્વરનો મારગ એને વધારે હારી રીતે બતાવ્યો.


પણ કેટલાક લોકોએ મન કઠણ કરીને પરભુની વાતનો નકાર કરીને, લોકોની હામે પરભુના મારગની નિંદા કરી, તઈ એણે તેઓને મુકી દીધા અને વિશ્વાસી લોકોને હારે લયને વયો ગયો. ઈ દરોજ તુરાનસ શાળામાં શિક્ષણ દેતો હતો.


મે માણસો અને બાયુને બાંધી બાંધીને, અને જેલખાનામાં નાખી નાખીને, પરભુના મારગ ઉપર હાલનારાને ન્યા લગી સતાવ્યા કે એને મારી હોતન નખવા.


પણ હું તારી હામે અપનાવું છું કે, આ યહુદી આગેવાનોને લાગે છે, કે હું મસીહના મારગનુ પાલન કરું છું, જેને ઈ ખોટો મારગ કેય છે, પણ હું તારી હામે આ માની લવ છું કે, હું ઈ જ મારગ પરમાણે પોતાના બાપા દાદાના પરમેશ્વરનુ ભજન કરું છું, અને જે વાતો નિયમમાં અને આગમભાખીયાની સોપડીમા લખી છે, ઈ બધાય ઉપર વિશ્વાસ કરું છું


કેમ કે, શાસ્ત્રમા એમ લખેલુ છે કે, તમારા યહુદીઓને લીધે, બિનયહુદી લોકો પરમેશ્વરની નિંદા કરી રયા છે.


ઈ હાટુ હું આ સલાહ આપું છું કે, જુવાન રંડાયેલ બાયુઓ લગન કરે અને દીકરા પેદા કરે અને પોતાનુ ઘરબાર હંભાળે અને કોય વેરીને બદનામ કરવા હાટુ મોકો નો આપે.


અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય.


તારા શિક્ષણમાં સદાય હાસાય હોવી જોયી; જેથી કોય એને ખરાબ નો કય હકે; જેથી તારા વેરીઓ શરમાય જાય કેમ કે, કાય પણ એવુ ખરાબ નો થાય; જેથી ઈ આપડી વિરુધમાં કાય કય હકે નય.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


પણ ઈ જંગલી જનાવરો જેવા છે, આ જનાવરોને ખબર નથી કે કેવુ વિસારવું જોયી અને એમનો હેતુ ખાલી પકડાય જાવુ અને મરી જાવુ છે. ઈ લોકો કાય પણ કરે છે, જે એના મનમા આવે છે, અને ન્યા હુધી કે, આ ઈ વસ્તુઓનું અપમાન કરે છે, જે એને હમજવામાં પણ નથી આવતી. ઈ પાક્કી રીતે નાશ થય જાહે.


તેઓએ ઈ કરવાનું બંધ કરી દીધુ છે, જે હાસુ છે, અને તેઓને એની જેવું ખરાબ કામ કરવાનું સાલું કરી દીધુ છે, જેમ કે, બેઓરના દીકરા બલામે ઘણાય વખત પેલા કરયુ હતું, એણે અન્યાયથી રૂપીયા કમાવાનું ગમાડુ હતું.


જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.


એની હાટુ હારું હોત તેઓએ કોય દિ શીખુ જ નોતુ કે, ન્યાયીપણાના મારગથી કેવી રીતે જીવવું જોયી. પણ પરમેશ્વર એને હજીય વધારે સજા દેહે કેમ કે, એણે એને જે કરવાનો ઈશારો દીધો, એને નકાર કરી દીધો; જેને અમે ગમાડેલા ચેલાઓએ એને દીધો હતો.


પણ એની પેલા કે એણે સદોમનો વિનાશ કરયો, એણે લોતને જે એક હારો માણસ હતો, શહેરથી કાઢી મુકયો અને એવી રીતે એને બસાવી લીધો. લોત બોવજ દુખી હતો કેમ કે, સદોમ શહેરના લોકો કોય પણ નિયમને માનતા નોતા અને શરમજનક કામો કરતાં હતા.


પણ આ લોકો ઈ વાતોની વિરુધ અપમાનજનક રીતે બોલે છે, જેને તેઓ નથી જાણતા અને જે વાતોને ઈ જાણે છે એને સ્વાભાવિક રીતે વિવેક વગરના જનાવરોની જેમ કરે છે, તો ઈ આવા પાપીલા કામો કરવાથી પોતાનો જ નાશ કરે છે.


બધાય લોકોનો ન્યાય કરવા હાટુ, ઈ બધાય પાપી કામો હાટુ એની ઉપર આરોપ લગાડવા હાટુ, જે તેઓએ પરમેશ્વરની વિરુધ કરયા છે અને ઈ બધીય ખરાબ વાતોને લીધે જે તેઓએ એની વિરુધ કીધી છે.”


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan