Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 2:12 - કોલી નવો કરાર

12 પણ ઈ જંગલી જનાવરો જેવા છે, આ જનાવરોને ખબર નથી કે કેવુ વિસારવું જોયી અને એમનો હેતુ ખાલી પકડાય જાવુ અને મરી જાવુ છે. ઈ લોકો કાય પણ કરે છે, જે એના મનમા આવે છે, અને ન્યા હુધી કે, આ ઈ વસ્તુઓનું અપમાન કરે છે, જે એને હમજવામાં પણ નથી આવતી. ઈ પાક્કી રીતે નાશ થય જાહે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 2:12
17 Iomraidhean Croise  

લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરતા, ભુંડી નજર, નિંદા, અભિમાન અને મુરખાય નીકળે છે.


ઈસુએ પાછુ લોકોને કીધું કે, “હું જાવાનો છું અને તમે મને ગોતશો, પણ તમે પોતાના પાપો માફ થયા વગર મરી જાહો. કેમ કે, જ્યાં હું જાવ છું, ન્યા તમે નય આવી હકો.”


કેમ કે જે પોતાના દેહની હાટુ વાવે છે, ઈ દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અરથે વાવે ઈ આત્માથી અનંતકાળનું જીવન લણશે.


કેમ કે, આ બધાય નિયમો કાય કામના નથી કેમ કે, ઈ માણસોની આજ્ઞાઓ અને શિક્ષણ પરમાણે છે.


ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી.


તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.


પણ આ લોકો ઈ વાતોની વિરુધ અપમાનજનક રીતે બોલે છે, જેને તેઓ નથી જાણતા અને જે વાતોને ઈ જાણે છે એને સ્વાભાવિક રીતે વિવેક વગરના જનાવરોની જેમ કરે છે, તો ઈ આવા પાપીલા કામો કરવાથી પોતાનો જ નાશ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan