Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 1:9 - કોલી નવો કરાર

9 પણ જો કોય માણસ આ રીતે નથી જીવતો, તો ઈ એક એવા માણસની જેવો છે, જે હારી રીતે જોય હક્તો નથી, કે જે આંધળો છે, ઈ ભુલી ગયો છે કે, પરમેશ્વરે એને ઈ પાપથી માફ કરી દીધો છે, જે એણે મસીહમા વિશ્વાસ કરવા પેલા કરયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 1:9
19 Iomraidhean Croise  

ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”


ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”


એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.


તુ કેય કે તુ ધનવાન છો અને તારી પાહે ઈ બધુય છે; જેની તને જરૂર છે, પણ તુ નથી જાણતો કે શું હાસુ છે, તારી ઉપર દયા આવવી જોયી, કેમ કે હાસુ આ છે કે તુ ગરીબ છો, તારી પાહે લુગડા નથી, અને તુ આંધળો છો.


Lean sinn:

Sanasan


Sanasan