જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.
પણ જેમ તમે બધીય બાબતોમાં, જેમ કે, વિશ્વાસમાં, બોલવામાં, જ્ઞાનમાં, તાલાવેલીમાં અને અમારી ઉપરનાં તમારા પ્રેમમાં વધ્યા, એવી જ રીતે આ ઉદારતાની સેવામાં હોતેન વધતા જાવ.
પણ ખરેખર બધીય વસ્તુથી મારા પરભુ મસીહ ઈસુને ઓળખવા ઈ જ મારી હાટુ વધારે મહત્વનું હમજુ છું; જેના કારણે મે બધીય વસ્તુઓને મુકી દીધી છે અને એને કસરો જ હમજુ છું જેથી હું મસીહને મેળવી હકુ.
અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.
મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.
અમે પ્રાર્થના કરી છયી કે, પરભુ એવુ કરે કે, જેવો અમે તમને પ્રેમ કરી છયી, એમ જ તમે પણ એક-બીજાને પ્રેમ કરો, અને બધાય લોકોની હારે તમારો પ્રેમ હજીય વધે, અને વધતા જાવ.
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.
અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.
ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.
હું પ્રાર્થના કરું છું કે, વિશ્વાસીઓની હારે તારી જે સંગતી છે, તારી આ બધીય હારી વાતો જાણવા દ્વારા જે પરમેશ્વરે આપણને આપી છે, વધતી જાય. આ બધીય મસીહની મહિમાના લીધે થાવ.
હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી પ્રત્યે બોવજ કૃપાથી કામ કરવાનું ચાલુ રાખે અને તમને એક ઊંડી શાંતિ દેય, કેમ કે, તમે હાસીન પરમેશ્વર અને ઈસુને જાણો છો જે આપડો પરભુ છે.
પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.
કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.
એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.