13 હું જાણું છું કે, જઈ હું હજી જીવતો છું, તો હારું છે, એના વિષે હું તમને સદાય વાત કરવાનું સાલું રાખુ, જેથી તમે એને ભુલી નો જાવ,
ઈ હાટુ આપડે હિમંતવાન છયી, અને જઈ આપડે મરી જાહુ તઈ આ દેહિક જીવનને છોડીને પરભુની હારે રેવાનું વધારે ગમશે.
તમારી બધાય હાટુ આ પરમાણે માનવું મને હાસુ લાગે છે; કેમ કે, મારા જેલખાનાનાં વખતે અને હારા હમાસારનો બસાવ કરવામા અને એને સાબિત કરવામા તમે બધાય કૃપામા મારા ભાગીદાર છો, એથી હું તમને મારા હૃદયમાં રાખું છું
હું જાણવા માગું છું અને મસીહનું મરેલામાંથી જીવતા ઉઠવું, એમ પાછા જીવી ઉઠવાના સામર્થ્યને અનુભવ કરવા ઈચ્છું છું હું એની હાટુ દુખ સહન કરવા દ્વારા એની હારે સંગત કરવા માગું છું જેમ એણે મારી હાટુ દુખ સહન કરયુ. હું એના મરણને અનુરૂપ થાવા માગું છું;
આ કારણથી હું તને યાદ દેવડાવું છું કે, જઈ મે તારી ઉપર હાથ રાખ્યો હતો, તઈ પરમેશ્વરે જે વરદાન તને આપ્યો હતો, એને જાગૃત કર.
તમે પણ જેલમાં જ છો એવુ હમજીને કેદીઓની દેખભાળ કરો, અને જે લોકો હેરાન થાય છે તેઓની પણ એવી દેખભાળ કરો; જેમ કે તેઓનું દુખ તમને પોતાના દેહ ઉપર લાગે છે.
જો કે તમે પેલાથી જ આ વાતોને જાણો છો અને હાસા શિક્ષણોને મજબુતીથી પકડી રાખેલ છે. જે તમારી પાહે હવે છે, હું તમને એની વિષે યાદ કરાવવાનુ સદાય સાલું રાખય.
કેમ કે હું જાણું છું કે હું જલ્દી મરી જાવાનો છું કેમ કે આપડા પરભુ ઈસુ મસીહે મને સોખી રીતે દેખાડયું છે.
વાલાઓ, આ હવે બીજો પત્ર છે જે મે તમને લખ્યો છે. આ બેયમાં તમારા શાંત મગજને ઉત્તેજન કરવા હાટુ યાદગીરી છે.