Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 1:12 - કોલી નવો કરાર

12 જો કે તમે પેલાથી જ આ વાતોને જાણો છો અને હાસા શિક્ષણોને મજબુતીથી પકડી રાખેલ છે. જે તમારી પાહે હવે છે, હું તમને એની વિષે યાદ કરાવવાનુ સદાય સાલું રાખય.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 1:12
20 Iomraidhean Croise  

આ રીતે મંડળીના લોકો વિશ્વાસમા મજબુત થાતા ગયા અને સંખ્યામાં હરેક દિવસે વધવા લાગ્યા.


છેવટે, મારા ભાઈઓ અને બહેનો પરભુમાં રાજી રયો. તમને એકની એક જ વાત વારાઘડીએ લખતા મને કંટાળો આવતો નથી; પણ ઈ તમારી હંભાળ હાટુ છે.


તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.


મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.


જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.


આ કારણથી હું તને યાદ દેવડાવું છું કે, જઈ મે તારી ઉપર હાથ રાખ્યો હતો, તઈ પરમેશ્વરે જે વરદાન તને આપ્યો હતો, એને જાગૃત કર.


ઈ વીતેલા વખતને યાદ કરો, જઈ તમે મસીહના વિષે જાણ્યું અને દુખને સહન કરીને વિશ્વાસમાં મજબુત થ્યા પછી.


અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.


હું જાણું છું કે, જઈ હું હજી જીવતો છું, તો હારું છે, એના વિષે હું તમને સદાય વાત કરવાનું સાલું રાખુ, જેથી તમે એને ભુલી નો જાવ,


ઈ હાટુ હું આ વાતોને અત્યારે લખાણ દ્વારા તમને આ બતાવવા હાટુ કઠણ મેનત કરી રયો છું, જેથી મારા મોત પછી તમે દરેક વખતે એને યાદ રાખી હકો.


વાલાઓ, આ હવે બીજો પત્ર છે જે મે તમને લખ્યો છે. આ બેયમાં તમારા શાંત મગજને ઉત્તેજન કરવા હાટુ યાદગીરી છે.


એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો.


મે તમને ઈ હાટુ નથી લખ્યું કે, તમે હાસા શિક્ષણને નથી જાણતા. પણ ઈ હાટુ કે, તમે ઈ હાસાયને જાણો છો, અને ઈ પણ જાણી છયી કે, કાય પણ ખોટુ, હાસાય તરફથી નથી.


અમે તમને પ્રેમ કરી છયી, કેમ કે હાસા શિક્ષણમાં વિશ્વાસ કરી છયી અને ઈ શિક્ષણ સદાય આપડી હારે બનેલું રેહે.


પણ વાલાઓ, આપડા પરભુ ઈસુ મસીહના ગમાડેલા ચેલાઓ આ વાતો બોવ પેલા જ કય સુકયા છે જે હવે પછી થાહે, એને તમે યાદ કરો.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


જો તમે બધાય આ વાતોને એક વખત જાણી ગયા છો, તો પણ હું તમને આ વાતોને યાદ કરાવવા માગું છું કે, પરભુએ ઈઝરાયલનાં લોકોને ગુલામ બનવાથી બસાવ્યા, અને મિસર દેશમાંથી બારે લાવ્યો. પણ પછી એણે ઈ બધાયને મારી નાખ્યા, જેઓએ રણપરદેશમા એની ઉપર ભરોસો કરયો નય.


Lean sinn:

Sanasan


Sanasan