Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 1:10 - કોલી નવો કરાર

10 ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 1:10
31 Iomraidhean Croise  

કેમ કે, તેડેલા ઘણાય છે પણ ગમાડેલા થોડા છે.


કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી.


તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”


અમારી ઈચ્છા આ છે કે, જયા હુધી તમે જીવો છો ન્યા હુધી ઉત્સાહથી કામો કરતાં રેહો, તો જે તમે આશા કરો છો ઈ મેળવી હકશો.


ઈ આશા આપડા આત્માની હાટુ ખીલાથી બાંધેલી હોડીની જેમ હાસવેલી અને ભરોસો કરવા જેવી અને પવિત્ર જગ્યામાં જાનારી છે.


કેમ કે, જે કોય બધાય નિયમનુ પાલન કરે છે, પણ જો એક નિયમને તોડે છે, તો ઈ બધીય વાતોમાં ગુનેગાર ઠરાવામા આયશે.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


અને તમારા વિશ્વાસ દ્વારા પરમેશ્વર પોતાના સામર્થ્યથી તમારુ રક્ષણ કરી રયો છે, ન્યા હુધી કે, તમે પુરું તારણ મેળવી નથી લેતા જે ઈ છેલ્લા દિવસે દેખાડવાને હાટુ તૈયાર છે.


પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.


કેમ કે, તમે પરમેશ્વરનાં સ્વભાવમાં ભાગીદાર થાવા હાટુ છો, તમારે સદાય મસીહ ઉપર વિશ્વાસ કરવાનો કઠણ પ્રયત્ન કરવો જોયી, જે બીજાઓની હાટુ હારુ છે અને તમારે એવા લોકો પણ બનવું જોયી જે હમજદારીથી વ્યવહાર કરવાનું જાણે છે.


એટલે હે વાલાઓ, જો તમે ઈ દિવસની વાટ જોવો છો, જઈ પરમેશ્વર જગતનો ન્યાય કરશે. તો તમારે પુરેપુરી કોશિશ કરવી જોયી, જેથી ઈ તમને શુદ્ધ અને નિરદોષ અને એક-બીજાની હારે શાંતિમાં રાખી હકે.


એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો.


પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.


આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.


Lean sinn:

Sanasan


Sanasan