Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 યોહાન 1:9 - કોલી નવો કરાર

9 ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




2 યોહાન 1:9
15 Iomraidhean Croise  

મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


જો કોય મારામાં રેતો નથી ઈ ડાળીની જેમ એને બારે નાખી દેવામાં આવે છે, અને ઈ હુકાય જાય છે પછી લોકો એને ભેગી કરી આગમાં નાખે છે, અને ઈ બળી જાય છે.


જેથી બધાય લોકો જેમ મને દીકરાને આદર કરે છે, એમ જ બાપનો પણ આદર કરે. જે કોય મારો આદર નથી કરતાં, તેઓ બાપનો પણ આદર નથી કરતાં જેણે મને મોકલ્યો છે.


તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.


અને તેઓ ગમાડેલા ચેલાઓ શિક્ષણ મેળવવામાં અને પરભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામા લાગેલા રયા.


મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.


સોરી નો કરે, આ સાબિત કરે કે, તેઓ સદાય વિશ્વાસુ છે, જેથી લોકો તેઓના હારા વરતન ઉપર ધ્યાન આપે, અને જે કાય પણ તેઓ કરે છે, ઈ લોકો દ્વારા આપડા તારનાર પરમેશ્વર વિષે વચન હંભળાવવાનું કારણ બને.


કેમ કે, જો આપડે ઈ વિશ્વાસને જે શરૂઆતમાં કરયો હતો એને અંત હુધી હાસવી રાખી છયી, તો આપડે મસીહની હારે ભાગીદાર બની જાહુ.


ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,


જે કાય આપડે ઈસુ મસીહ વિષે જોયું અને હાંભળ્યું છે ઈ જ સંદેશો અમે તમને હોતન બતાવી છયી, કેમ કે, અમારી હારે તમારી પણ સંગતી છે, અને અમારી આ ભાગીદારી પરમેશ્વર બાપની હારે, અને એનો દીકરો ઈસુ મસીહની હારે છે.


મે પેલા પણ મંડળીના વિશ્વાસીઓને એક પત્ર લખ્યો હતો, પણ દીયોત્રફેસ મારી કીધેલી વાતો માનવાથી નકાર કરે છે કેમ કે ઈ પેલાથી જ મંડળીનો વડીલ બનવા માગે છે.


Lean sinn:

Sanasan


Sanasan