Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 યોહાન 1:1 - કોલી નવો કરાર

1 હું, મંડળીનો વડવો યોહાન આ પત્રને પરમેશ્વર દ્વારા ગમાડેલી ઈ બાય અને એના સંતાનોને લખી રયો છું, જેઓને હું મસીહમાં હાસો પ્રેમ કરું છું અને ખાલી હુ જ નય પણ તેઓ બધાય લોકો પણ પ્રેમ રાખે છે, જે હાસાયને ઓળખે છે.

Faic an caibideil Dèan lethbhreac




2 યોહાન 1:1
25 Iomraidhean Croise  

ઈ હાટુ નેકનામદાર થિયોફિલ, શરુઆતથી મે પોતે આની કાળજી રાખીને અભ્યાસ કરયો છે, જેથી મે તમારી હાટુ સોપડીમા આ બનાવોને નંબર પરમાણે લખવાનું વિસારુ.


અને તમે હાસાયને જાણશો, અને હાસ તમને મુક્ત કરશે.


તેઓએ એવુ જ કરયુ, અને બાર્નાબાસ અને શાઉલના હાથે વડવા પાહે રૂપીયા મોકલી દીધા.


રૂફસને જે પરભુમાં ગમાડેલો છે અને એની માં જે મારી હાટુ પણ એક માં ની જેમ છે, બેયને સલામ.


પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?


પણ અમે તેઓને ઘડીકમાં આધીન થયા નય કે, જેથી હારા હમાસારની હાસાય તમારી હારે રેય.


ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?


તમે હારી રીતે ધોડી રયા હતા તમને હાસની વાહે હાલવાથી કોણે રોકયા?


તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.


ઈ ઈચ્છે છે કે, બધાય લોકોનું તારણ થાય, અને ઈ હારી રીતે હાસાયને જાણી લેય.


કેમ કે, આપણને હાસને ઓળખ્યા પછી પણ જો આપડે જાણી-જોયને પાપ કરતાં રેયી, તો હવે પછી પાપોની માફી હાટુ બીજુ બલિદાન નથી.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


કેટલીક એવી વાતો છે જે હું ન્યાના વડવાઓને કેવા ઈચ્છું છું કેમ કે, હું પણ તમારી જેવો એક વડવો છું હું પોતે ઈ દુખનો સાક્ષી છું, જે ઘણાય વખત પેલા મસીહે સહન કરયા છે, જઈ ઈ પાછો આયશે, તો હું પણ એની મહિમામાં ભાગીદાર થાય,


ઈ શહેર જેને આપડે કોક દિ બાબિલોન કેયી છયી ન્યાના વિશ્વાસીઓ, જેને પરમેશ્વરે એના થાવા હાટુ ગમાડીયા છે જેમ તમને ગમાડીયા છે. તમને લોકોને એની સલામ મોકલે છે. માર્ક, જે મારી હાટુ એક દીકરા સમાન છે, તમને લોકોને સલામ મોકલે છે.


મે તમને ઈ હાટુ નથી લખ્યું કે, તમે હાસા શિક્ષણને નથી જાણતા. પણ ઈ હાટુ કે, તમે ઈ હાસાયને જાણો છો, અને ઈ પણ જાણી છયી કે, કાય પણ ખોટુ, હાસાય તરફથી નથી.


હે મારા વાલા બાળકો, આપડે ખાલી શબ્દો અને વાતોથી નથી, પણ મદદ કરીને હાસાયમાં પ્રેમ કરી.


આયા તારી બહેનના છોકરા, જેને પરમેશ્વરે ગમાડયા છે, તેઓ તને સલામ કરી રયા છે.


હવે હે બાય, હુ તને વિનવણી કરું છું કે, આપડે મસીહમાં એક-બીજાને પ્રેમ કરવો જોયી, આ કોય નવી આજ્ઞા નથી લખી રયો પણ આ ઈ જ આજ્ઞા છે જેને આપડે ઈ વખતથી જ જાણી છયી જઈ આપડે મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ.


હું, મંડળીનો વડવો યોહાન, આ પત્ર મારો વાલો મિત્ર ગાયસને લખી રયો છું, જેનાથી હું હાસો પ્રેમ રાખુ છું


Lean sinn:

Sanasan


Sanasan