Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને પત્ર 4:3 - કોલી નવો કરાર

3 જો આપણે હારા હમાસાર પરગટ કરી છયી અને ઈ પડદા પાછળનું હોય, તો ઈ ખાલી નાશ થનારાઓની હાટુ જ છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને પત્ર 4:3
11 Iomraidhean Croise  

ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”


આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે.


જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.


જઈ હું પુરી રીતે વિશ્વાસીઓની વસે હોવ છું તઈ હું જ્ઞાની શબ્દોની હારે બોલું છું. પણ આ માણસનું જ્ઞાન અને આ જગતના અધિકારીઓનું જ્ઞાન નથી, જેનો નાશ થાવાનો છે.


હવે જઈ હું મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ ત્રોઆસ શહેરમાં આવ્યો, અને ન્યા પરભુએ મને હારા હમાસારનો પરચાર કરવા હાટુ મોટો અવસર આપ્યો,


પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


Lean sinn:

Sanasan


Sanasan