સિપાયોએ પણ યોહાનને પુછું કે, “અમારે શું કરવુ જોયી?” એણે તેઓને કીધું કે, “કોયને હેરાન નો કરો, એમ જ કોયની ઉપર ખોટો આરોપ નો મુકો, તમારી કમાણીમાં સંતોષ રાખો.”
અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.
કેમ કે, દેહિક કસરત કરવાથી દેહને થોડોક ફાયદો થાય છે, પણ પરમેશ્વરની ભગતી બધીય વાતો હાટુ ફાયદાકારક છે કેમ કે, આ એક માણસને હમણાં અને ભવિષ્યમાં ઈ જીવનને મેળવશો, જે પરમેશ્વરે વાયદો કરયો છે.
રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.”