પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી.
પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.
ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
હું ઈ નથી કેતો કે, મને પેલાથી જ મળી ગયુ છે, કા હું પુરેપુરો થય ગયો છું પણ કોશિશ કરીને આગળ આવું છું; જેથી ઈ મને મળી જાય જેની હાટુ મસીહ ઈસુએ મને ગમાડયો છે.
એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.
તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”
આપડે ઈ મહાન વારસાને મેળવવા હાટુ આગળ તરફ જોયી છયી, જે પરમેશ્વરે પોતાના લોકોની હાટુ રાખ્યો છે. એણે તમારી હાટુ સ્વર્ગમા રાખ્યું છે, જ્યાં ઈ બગડી જાતું નથી, કે ખરાબ થાતું નથી કે નાશ થાતું નથી.