10 કેમ કે, રૂપીયા કમાવાની લાલસ બધાય પરકારના ખોટા કામોનું મુળ છે, રૂપીયા કમાવાના લોભથી ઘણાય બધાય લોકોએ વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે, અને તેઓ પોતે જુદા-જુદા પરકારના દુખ સહન કરે છે.
જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
પણ તેઓ રૂપીયાવાળા થાવા માગે છે અને તેઓ ઈચ્છે છે કે, તેઓની પાહે ઘણીય બધીય વસ્તુઓ હોય. ઈ હાટુ તેઓ ખાલી જે તેઓની પાહે છે ઈ વિષે સીન્તા કરે છે અને તેઓ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે અને તેઓ હારું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.
પણ જે રૂપીયાવાળા થાવા માગે છે, તેઓ એવી પરીક્ષા અને ફાસામાં અને ઘણીય બધીય નકામી અને નુકશાન કરનારી લાલસમાં ફસાય જાય છે, અને આ બધીય વાતો એને બરબાદ અને નાશ કરી નાખે છે.
કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,
આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે.
પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.