Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 5:8 - કોલી નવો કરાર

8 પણ જો કોય પોતાના હગા-વાલાની ખાસ કરીને પોતાના પરિવારની જરૂરિયાત પુરી નો કરે, તો એણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો છે, અને ઈ અવિશ્વાસીથી પણ ભુંડો બની ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 5:8
19 Iomraidhean Croise  

જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.


કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ એની પાંહે માંગવાવાળા લોકોને હારાવાના કેમ નય આપે?


જો હું આવતો અને એને ઈ વાત કેતો, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે એની પાહે પોતાના પાપો હાટુ કોય બાનું નથી.


પણ હવે એક ભાઈ બીજા ભાઈની વિરુધમાં ફરિયાદ કરે છે. લોકોને જે વિશ્વાસુ નથી તેવા લોકોને તમે તમારા મામલાનો ન્યાય કરવાનું કયો છો!


હવે, હું ત્રીજીવાર તમારી પાહે આવવા હાટુ તૈયાર છું, અને પછીથી હું તમારા લોકોની કોય મદદ નય લવ, કેમ કે હું તમારી મિલકત નથી પણ તમે જ ઈચ્છો છો, કેમ કે બાળકોને માં-બાપ હાટુ મિલકત ભેગી નો કરવી જોયી, પણ માં-બાપને બાળકો હાટુ મિલકત ભેગી કરવી જોયી.


અને મસીહનો બલિયાલ જેમ કે શેતાનની હારે, અને વિશ્વાસીનો અવિશ્વાસીથી,


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


જો આપડે દુખ સહન કરતાં રેહુ, તો ઈસુ મસીહની હારે રાજ પણ કરશું, પણ જો આપડે કેયી કે, અમે મસીહને નથી ઓળખતા, તો ઈ પણ બોલશે કે આપડે એના નથી.


તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.


ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.


જેવી રીતે ઘણાય વખત પેલા ખોટા આગમભાખીયાઓ ઈઝરાયલની વસ્સે જોવા મળ્યા હતાં, એવી જ રીતે તમારી વસ્સે પણ ખોટા શિક્ષકો જોવા મળશે. ઈ ખોટા શિક્ષણોને છુપી રીતે ફેલાવી દેહે, જે લોકોને મસીહ ઉપર વિશ્વાસ છોડાવી દેહે, આ ખોટા શિક્ષક મસીહને પોતાનો સ્વામી માનવાથી પણ નકાર કરી દેહે, જે એમનો માલીક છે, અને જેણે એને પાપની શક્તિથી બસાવ્યા છે. આવી રીતે ઈ પોતાનો અસાનક નાશ કરાવી દેહે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.


હું તારા કામોને જાણું છું, જોવો, મે તારી હામે એક કમાડ ખોલી રાખ્યો છે, જેને કોય બંધ નથી કરી હકતો, તારું સામર્થ્ય થોડુક તો છે, તોય પણ તે મારા વચનનું પાલન કરયુ છે અને મારા નામનો નકાર નથી કરયો.


Lean sinn:

Sanasan


Sanasan