પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
એનામાંથી કેટલાક તો એવા લોકો છે, જે બીજાના ઘરમાં સાનામના ઘરી જાય છે, અને ઈ મુરખ બાયુને પોતાની હારી વાતોમાં ભોળવી લેય છે, જે પોતાના પાપના ભારથી દબાયને બધીય પરકારની ભુંડાયના કબજામાં છે.
તમે પૃથ્વી ઉપર મોજ-મજા કરવામા લાગેલા રયા, અને ઘણુય બધુય સુખ ભોગવ્યુ, આવુ કરીને તમે ઈ જનાવરની જેવા થયા છો જેઓને મારીને ખાવાની પેલા તાજો-માજો કરવામા આવે છે, ઈ જ રીતે તમે પણ નથી જાણતા કે, તમે નાશ થાવાના છો.
તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”
હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.