Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 5:5 - કોલી નવો કરાર

5 આ રંડાયેલ બાયુ જેની પાહે પોતાની જરૂરિયાતો, દેખરેખ અને મદદ કરવા હાટુ કોય નથી, ઈ પરમેશ્વર ઉપર જ આશા રાખે છે, અને રાત દિવસ વિનવણી અને પ્રાર્થનામાં પરમેશ્વર પાહેથી પોતાની હાટુ મદદ માગે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 5:5
27 Iomraidhean Croise  

ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, સદાય પ્રાર્થના કરવી જોયી, અને કાયર થાવુ નય, આ બતાવવા હાટુ જ તેઓને એક દાખલો આપતા કીધુ કે,


પાકી રીતેથી પરમેશ્વર પોતાના ગમાડેલા લોકો હાટુ ન્યાયની વ્યવસ્થા કરશે, જે રાત દિવસ ખંતથી એને પ્રાર્થના કરે છે, અને ઈ એની હારે સદાય વિસ્વાસ રાખે છે.”


ઈ સોર્યાસી વરહથી રંડાએલી હતી; ઈ મંદિરમાંથી જાતી નોતી અને રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહીત પરમેશ્વરનું ભજન કરયા કરતી.


આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે.


ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.


તઈ પિતર ઉભો થયને તેઓની હારે વયો ગયો, જઈ ઈ ન્યા પુગ્યો, તઈ તેઓ એને મેડી ઉપર લય ગયા; બધીય રંડાયેલી બહેનો એની પાહે ઉભી રયને રોતી હતી જઈ તાબીથા એટલે દરકાસ તેઓની હારે હતી તઈ જે ઝભ્ભા અને લુગડા જે એણે બનાવ્યા હતાં, ઈ પિતરને બતાડવા લાગી.


એણે હાથ દઈને એને ઉભી કરી, અને વિશ્વાસી લોકો અને વિધવાઓને બોલાવીને જીવતી અને જાગૃત બતાવી દીધી.


મારો કેવાનો અરથ આ છે કે, હું તમને મજબુત બનવામાં મદદ કરય અને તમે મને મજબુત બનાવવામાં મદદ કરશો. તમે મજબુત થય જાહો કેમ કે, તમે જાણો છો કે, હું કેવો વિશ્વાસ કરું છું, અને હું મજબુત થય જાય કેમ કે, હું જાણું છું કે, તમે કેવો વિશ્વાસ કરોશો. એટલે તમારી વસે રયને તમારી હારે ઈ વિશ્વાસથી જે મારામાં અને તમારામા છે, એનાથી મને પ્રોત્સાહન મળે.


મસીહ દ્વારા અમને કૃપા અને ગમાડેલો ચેલો એવું પદ મળ્યું છે કે, એના નામના કારણે બધીય જાતિના લોકો મસીહ ઉપર વિશ્વાસ કરે અને એની આજ્ઞાનું પાલન કરે.


મારી ઈચ્છા છે કે, તમે જગતના જીવનની નાશવંત બાબતોથી મુક્ત રયો. જે લગન કરયા વગરના છે, ઈ પરમેશ્વરની સેવા કેમ કરે ઈ વાતોની સીંતા કરે છે. ઈ પરભુને રાજી કરવા માગે છે.


એમ જ પવણેલી અને કુંવારીઓમાં પણ જુદુ છે. જેણે લગન કરેલી નથી ઈ બાયઓ પરભુની વાતોની કાળજી રાખે છે કે, ઈ દેહમાં અને આત્મામાં પવિત્ર થાય; પણ પવણેલીઓ જગતની સીંતા કરે છે કે, ધણીને કેવી રીતે રાજી રાખવો.


અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,


કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.


હું બધાયની પેલા આ કવ છું કે, બધાય લોકો હાટુ વિનવણી, પ્રાર્થના, અને મધ્યસ્થીની પ્રાર્થના, તેઓની હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી.


પણ જો કોય વિશ્વાસી ભાઈ કે બાયના પરિવારમાં રંડાયેલી હોય, તો એણે પોતાનુ ભરણ-પોષણ કરવુ અને મંડળી ઉપર એનો બોજો નાખવો નય, જેથી મંડળી ખાલી નિરાધાર રંડાયેલીઓની જ કાળજી રાખે.


એવી રંડાયેલી પ્રત્યે આદર દેખાડ જેની પાહે પોતાની જરૂરિયાતો પુરી કરવા અને એની દેખરેખ કરવા હાટુ કોય નથી તેઓની તુ મદદ કર.


હું રાત-દિવસ મારી પ્રાર્થનાઓમાં વારંવાર તમને યાદ કરતાં પરમેશ્વરનો આભાર માનું છું; જેની સેવા હું હાસા મનથી કરું છું, જેમ મારા વડવાઓ કરતાં હતા.


જે બાયુ બોવ પેલાના વખતમાં રેતી હતી અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી હતી, અને એની ઉપર પોતાની આશા રાખતી હતી, ઈ પોતાના ધણીઓની આજ્ઞા માનીને પોતાને હણઘારતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan