23 તુ વારાઘડીએ માંદો પડશો અને પેટમાં તકલીફ હોવાના કારણે હવે તુ ખાલી પાણીથી જ નય, પણ થોડોક દ્રાક્ષારસ હોતન અવસધી તરીકે પીધા કર.
જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.
અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ.
ઈ એક દારૂડિયો કે એવો માણસ હોવો જોયી નય, જે સદાય બાધણું કરે છે, પણ દયાળુ, અને શાંત સ્વભાવનો માણસ હોવો જોયી, અને રૂપીયાનો લોભી હોય નય.
ઈ જ પરમાણે મંડળીમાં મદદ કરનારા સેવકો શાંત હોવા જોયી અને બે બોલી બોલનારા, દારૂપીનારા કે, રૂપીયાના લાલસુ નો હોવા જોયી.
કેમ કે, પરમેશ્વરે બનાવેલી બધીય વસ્તુઓ હારી છે, અને દરેક ખાવાની વસ્તુઓ ખાય હકી છયી, પણ એટલું છે કે, પરમેશ્વરનો આભાર માનીને ખાવું જોયી.
કેમ કે, આગેવાન પરમેશ્વરનો કારભારી હોવાના લીધે નિરદોષ હોવો જોયી, અભિમાન કરનારો નય, ગુસ્સો કરનારો નય, દારૂડિયો નય, બાધણા કરનારો નય કે, રૂપિયાનો લાલસુ હોવો જોયી નય.
આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય.