21 હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર.
જેથી તપાસ કરનારાઓએ એને પુછયું કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તુ હાસુ બોલ છો અને શીખવાડ છો અને કોયનો પક્ષપાત કરતો નથી, પણ પરમેશ્વરનો મારગ હાસાયથી બતાય છો.
આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.
જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.
યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.
તઈ પરમેશ્વરનાં કોપની જેમ દ્રાક્ષારસ જે એના ગુસ્સાના પ્યાલામાં બધીય તાકાતથી નાખ્યુ છે ઈ પીવું પડશે અને પવિત્ર સ્વર્ગદુતોની અને ઘેટાના બસ્સાની હામે આગમાં અને ગન્ધકમાં ઈ પીડાને ભોગવવી પડશે.