પણ મે તેઓને કીધું કે, રોમી સરકારનો એવો નિયમ છે કે, કોય માણસને સજા આપતા પેલા, આરોપ લગાડનારો હામે ઉભો રેય અને જેની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે એને હામો જવાબ દેવાનો મોકો મળવો જોયી.
જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે.
આગેવાન નિરદોષ હોય અને એની એક જ બાયડી હોય, અને એના બાળકો ઈસુ ઉપર વિશ્વાસ કરનારા હોય, અને ઈ બાળકો ખરાબ વરતન કરનારા નો હોય પણ માં-બાપની આજ્ઞાનું પાલન કરનારા હોય.
જેમ કે, કોય મુસાના નિયમનું પાલન નથી કરતું અને એની વિરુધ બે કે ત્રણ લોકો સાક્ષી આપે છે, તો એની ઉપર કોય દયા કરવામાં આવતી નથી પણ મોતની સજા આપવામાં આવતી હતી.