18 કેમ કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “જઈ એક ઢાંઢો અનાજ છુટું પાડતો હોય, તો તમારે એનું મોઢું બાધવું નય, જેથી ઈ અનાજ નો ખાય હકે.” અને આ પણ લખ્યું છે કે, “મજુર એની મજુરીનો હકદાર છે.”
પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.
આવી રીતે પરભુની આજ્ઞા છે કે, તેઓ જે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરે છે, એના દ્વારા પોતાનું ભરણ-પોષણ ઈ લોકોમાંથી મળવું જોયી જે હારા હમાસાર હાંભળે છે.
શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.