13 અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.
આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે.
ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.