Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 4:7 - કોલી નવો કરાર

7 લોક વાયકાની ખોટી વાર્તાઓને જોયને ખોટા વખતનો બગાડ કરમાં અને ઈ મુરખતાભરેલી વાર્તાઓ જે પરમેશ્વરને માન નથી આપતી, અને તમે પરમેશ્વરનું જીવન જીવવા હાટુ પોતાને શીખવતા રયો.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 4:7
20 Iomraidhean Croise  

એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.


છતાય યાદ રાખવું જોયી કે, નિયમ હારા માણસ હાટુ નય, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, પરમેશ્વરને નો માનનારા અને પાપીઓ, અપવિત્ર, અશુદ્ધ અને અધરમી, અને મા-બાપને મારી નાખનારાઓ, ખૂનીઓ,


પણ બીજાઓની હાટુ ભલાયનુ કામ કરવુ જોયી કેમ કે, પરમેશ્વરના ભજન કરવા વાળ્યુ બાયુને એવુ જ કરવુ હારું છે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


કેમ કે, દેહિક કસરત કરવાથી દેહને થોડોક ફાયદો થાય છે, પણ પરમેશ્વરની ભગતી બધીય વાતો હાટુ ફાયદાકારક છે કેમ કે, આ એક માણસને હમણાં અને ભવિષ્યમાં ઈ જીવનને મેળવશો, જે પરમેશ્વરે વાયદો કરયો છે.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.


જે કોય જુદી પરકારનું શિક્ષણ શીખવે છે અને આપડા પરભુ ઈસુ મસીહના હાસા વચનો અને ન્યાયી શિક્ષણ હારે સહમત થાતો નથી,


અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.


પણ જગતની અને નકામી વાતોથી છેટા રયો, કેમ કે આવા લોકો પરમેશ્વરથી વધારે છેટા થય જાય છે.


પણ મુરખ અને અક્કલ વગરનાની હારે વાદ-વિવાદ કરવાથી આઘો રે કેમ કે, તુ જાણ છો કે, એનાથી બાધણું જ થાય છે.


તેઓ બધાય લોકોની સતાવણી કરવામા આયશે, જે ઈસુ મસીહની સેવામાં ચેલા બનીને જીવન વિતાવા માગે છે.


તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.


તેઓ હાસી વાતો હાંભળશે નય, પણ ગયઢીયાની બનાવેલી વાતુ તરફ ધ્યાન આપશે,


તુ યહુદી લોકોની બનાવટી વાર્તાઓ ઉપર અને એવા માણસોની આજ્ઞાઓ ઉપર ધ્યાન નો રાખ. જે હાસાયથી ભટકી જાય છે.


પોતાની કૃપાથી પરમેશ્વર આપણને શિખવે છે કે, આપડે એવું વરતન કરવાનું બંધ કરવુ, જે એને ગમતું નથી, અને ઈ વસ્તુઓની લાલસ કરવાનું બંધ કરો; જેની ઈચ્છા અવિશ્વાસીઓ રાખે છે. જઈ આપડે આ જગતમાં છયી, તો બધીય વાતોમાં ધીરજ રાખીને અને હાસાયથી પરમેશ્વરની ભક્તિમાં જીવન જીવી.


પણ મુરખાયની વાતુ, વાદવિવાદો, વડવાઓની લાંબી યાદીઓ ઉપર પોતાનો વખત ખરાબ નો કરો. વેર વિરોધ, અને ઈ બાધણાથી, જે મૂસાના નિયમો-કાયદાઓ વિષે હોય, એનાથી બસીને રયો.


પણ બીજી બાજુ જેઓ વિશ્વાસમાં પરિપક્વ છે ઈ હાટુ કે, જેઓ હાસા અને ખોટાને પારખવામાં મજબુત છે, તેઓને હાટુ ભારે ખોરાક છે.


Lean sinn:

Sanasan


Sanasan