એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”
પણ ઈ બિનયહુદીઓ વિષે જેઓએ વિશ્વાસ કરયો છે, આપડે આ ઠરાવને લખી મોકલ્યો છે કે, તેઓ ઈ નીવેદ નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પીતા અને છીનાળવા નો કરતાં, અને આવા કામોથી આઘા રેજો.
હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.
તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો.
જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.
પણ જો હું પોતાનું નીવેદ આભાર દીધા પછી ખાવ છું (જે મૂર્તિઓને હાજર કરવામાં આવું છે) તો એની હાટુ મારી ઉપર ગુનો કેમ લગાડવામાં આવે છે, જેની હાટુ મેં પરમેશ્વર પ્રત્યે આભાર પરગટ કરયુ?
તેઓ એવુ ખોટુ શિક્ષણ આપશે કે, લગન નો કરવા જોયી, અને કોય ખાવાની વસ્તુઓને ખાવા હાટુ ના પાડશે. જે વસ્તુઓને પરમેશ્વરે ઈ હાટુ બનાવી કે, વિશ્વાસ કરનારા અને હાસાયને જાણનારા એને આભાર માનીને ખાય.