3 તેઓ એવુ ખોટુ શિક્ષણ આપશે કે, લગન નો કરવા જોયી, અને કોય ખાવાની વસ્તુઓને ખાવા હાટુ ના પાડશે. જે વસ્તુઓને પરમેશ્વરે ઈ હાટુ બનાવી કે, વિશ્વાસ કરનારા અને હાસાયને જાણનારા એને આભાર માનીને ખાય.
પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
અને જે કોય બધીય વસ્તુ ખાય એને તુચ્છ નો ગણો, અને જે કોય બધીય વસ્તુ નથી ખાતો એનો ન્યાય કરવો નય; કેમ કે, જે બધુય ખાય છે અને જે બધુય નથી ખાતો, પરમેશ્વર બેયને અપનાવે છે.
જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.
તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.
પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.